મંગળવાર, 31 ઑગસ્ટ, 2021

સપ્ટેમ્બરની કારોબારી બેઠક અંગે..

 ઘી ડીસા તાલુકાની અનુદાનિત શાળાઓના કર્મચારીઓની બચત અને ધિરાણ સહકારી મંડળી લી. ,ડિસાની સપ્ટેમ્બરની કારોબારી બેઠક..


*તા.11-9-2021 ને શનિવારે ૧૧ કલાકે મળશે*


1. અગાઉની બેઠકના ઠરાવો વંચાણે લેવા બાબત.

2. રોકડ સિલકનું મેળવણું કરવા બાબત..

3. લોન ધિરાણ માટે આવેલ અરજીઓ પર વિચારણા કરવા અંગે અને અરજીઓનો અગ્રતા ક્રમ નક્કી કરવા અંગે..

4. સભાસદ કલ્યાણનિધિ ફંડની જોગવાઈ કરવા અંગે..

5. વગર વ્યાજે તબીબી સારવાર પેશગી આપવા અંગે ચર્ચા કરવા બાબત..

6. મંડળી નું ફંડ વધારવા માટે થાપણો સ્વીકારવા અંગે..

7.મંડળીના સદસ્ય વયનિવૃત્ત થાય છે તેમનું સન્માન કરવા અંગે.

8. મંડળીના કાર્યાલય માટે મકાન ફંડ ઉભું કરવા અંગે.

9. અધ્યક્ષ સ્થાનેથી રજૂ થાય તે. 

*મંડળી સાથે જોડાયેલ શાળાઓ---પંચશીલ,એસ.સી.ડબલ્યુ.,ડી.એન.પી., આદર્શ ડીસા, સરદાર પટેલ હાઈ., સમૌમોટા, લુણપુર,જુનાડીસા,ઠુવા,રસાણા મોટા,રાણપુર, જાગૃતિ કન્યા, આદર્શ પ્રાથ.શાળા, ડાવસ,શેરપુરા, રામસણ,રામપુરા(દામા), કોટડા, લાખાણી,માલાગઢ,ભીલડી,જડિયાળી,ઝેરડા,થેરવાડા,ટેટોળા વગેરે વગેરે*


ઉપરોક્ત શાળાઓમાંથી જે મિત્રો કારોબારી સભ્ય છે તેઓએ અચૂકપણે આ બેઠકમાં હાજર રહેવું અને જે શાળાઓમાંથી કારોબારી સભ્ય નથી તેમાંથી  તે શાળાના આચાર્યશ્રી અથવા નક્કી કરી કોઈ એક પ્રતિનિધિને પ્રતિનિધિત્વ માટે હાજર રહે તેવું આયોજન કરવું. જેથી આગળના નીતિ વિષયક નિર્ણયમાં બધા સહભાગી બની રહે અને ભાવિ સુચારુ નીતિઓ નક્કી કરી  ઝડપથી અમલ કરી શકાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો