ફરજીયાત બચતની રકમમાં વધારો કરવા અંગે
સભાસદ મિત્રો ને નમસ્કાર,
જય ભારત સાથે જના જણાવવાવુંનું કે ડિસેમ્બર માસમાં મળેલ કારોબારી બેઠક અને ખાસ સાધારણ સભામાં નક્કી થયું તે મુજબ ફેબ્રુઆરી માસથી લોન ની મહત્તમ મર્યાદા પાંચ લાખથી વધુ કરવામાં આવે છે. વધુ લોન ધિરાણ માટે મંડળી ને વધુ ભંડોળની જરૂર પડે છે. માટે માસિક ફરજીયાત બચત પણ વધારવા ની મુદ્દો ચર્ચા માં લીધો હતો. તે અનુસંધાને *જાન્યુઆરી 2025 થી માસિક બચત 1000 ની જગ્યાએ ન્યુતમ 1500 રૂપિયા કરવામાં આવે છે. કોઈ મિત્ર ને વધારે રકમ જમા કરાવવી હોય તો છૂટ આપવામાં આવે છે. જે સભાસદ ને સભ્ય તરીકે પાંચ કરતાં વધુ સમય થયો હોય તો 50 થી 90 ટકા સુધી રકમ ઉપાડવાની પણ છૂટ આપવાનું નક્કી કરેલ છે તો દરેક મિત્ર જાન્યુઆરી થી ઓછામાં ઓછા 1500 રૂપિયા દર માસે જમા કરાવે તે માટે જાણ કરવામાં આવે છે.*
અને પગારમાંથી બારોબાર રકમ જમા કરાવે છે તે મિત્રોને RT -3 માં પગાર બિલ સાથે ડેટા મોકલી આપવામાં આવે તે માટે શાળાના હિસાબી કારકુનશ્રી સાથે બેઠક કરી ચર્ચા કરી કપાત શરૂ કરાવે તેવી વિનંતી છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો