શનિવાર, 12 ડિસેમ્બર, 2020

કારોબારી બેઠક તા.12,12,2020

 સૌ સદસ્ય મિત્રોને સ્નેહવંદન,

 આજે મંડળીની કારોબારી સભ્યો અને ડીસા તાલુકાના આચાર્યશ્રીઓની સયુંકત બેઠક મંડળીના પ્રવર્તમાન કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી. તેમાં ચર્ચાનો મુદામાં મંડળીનું બચતખાતું  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની ડીસા બ્રાન્ચમાં ખોલાવવું અને મંડળીના તમામ સાદસ્યોનો ગૃપ ઈન્સોરન્સ લેવા બાબતે પુનઃ ચર્ચા કરી હતી. ચર્ચાના અંતે સર્વાનુમતે  દરેક સભાસદના આધાર કાર્ડ અને નોમિનેશન માં જેમનું નામ રાખવાનું હોય તેમના આધાર કાર્ડ શક્ય એટલા ઝડપથી એકત્રીત કરી આગળની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું.તથા મંડળીના કારોબારી સભ્યશ્રી શ્રી જીતુભાઈ દવે સાહેબની બનાસકાંઠા માઘયમિક અને ઉચ્ચત્તર માધ્યમિક આચાર્ય સંઘના  પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ હતી તેથી તેમનું પણ હાજર સદસ્ય મિત્રોએ સાલ અને પુષ્યગુંજથી  સન્માન કરી બેઠક પુરી કરી હતી..


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો