*.કારોબારી બેઠકમાં
સદસ્યનીહાજરીનું કોરમ થવાથી એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
૧. આગળની બેઠકમાં કરેલ ઠરાવો વંચાણે લઈ સર્વાનું મતે બહાલ
રાખવામાં આવ્યા..
૨. મંડળીમાં સભાસદને જ્યારે આર્થિક
જરૂરિયાત ઉભી થાય ત્યારે સરળતાથી મદદ કરી શકાય એ માટે પ્રવર્તમાનમાં મહતમ
એક લાખ રૂપિયા સુધી આર્થીક સહાય કરવામાં આવે છે. મંડળીની આર્થિક સ્થિતી ને ધ્યાને લઈને હવે
કેટલી સહાય કરી શકાય તેના પર વિચાર વિમસ કરવામાં આવ્યો . વિગતે ચર્ચાના અંતે સર્વાનુંમતે સભાસદના પગાર અને
તેમની કપાતો ધ્યાને લઈ તેમને લોન પરત કરવામાં કોઈ આર્થિક
સંકટ ન રહે તે રીતે છેલ્લા પગારની સ્લીપના આધારે મહતમ ત્રણ પગાર અને એક લાખ રૂપિયા
પુરા તે બન્નેમાંથી જે વધારે હોય એટલી જ રકમની લોન મંડળીની આર્થિક સ્થિતીને { બચત} ધ્યાન
માં રાખી ને મહતમ મંજુર કરી શકાશે જ્યારે
આકસ્મિક બિમારી/ અકસ્માત જેવા સંજોગોમાં સભાસદને ચાર પગાર જેટલી રકમની
લોન મંડળીની આર્થિક સ્થિતીને { બચત} ધ્યાન માં રાખી ને મહતમ મંજુર કરી શકાશે
૩. મંડળીના બચત ખાતામાં વણ વપરાયેલ બચતે
પર પણ યોગ્ય આવક થાય તે માટે હવે પછીના નાંણાકીય
વર્ષમાં ફિક્સ ડિપોઝીટ માં રકમ મુકવા બાબતે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, ચર્ચાના અંતે આવી વધારાની બચતની
ફિક્સ ડિપોઝીટકરવાનું સર્વાનુ મતે નક્કી કરવામાં આવ્યું.
૪. સભાસને જે કરજ ધિરાણ કરવામાં આવે છે
તેના પર વર્તમાનમાં વાર્ષિક ૧૩ % જેટલો વ્યાજ નો દર રાખવામાં
આવેલ છે.તેના પર બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અને ચર્ચાના અંતે તેના
પર સર્વાનુંમતે
નવા નાંણાકિય વર્ષ ૨૦૧૮-૨૦૧૯ થી જે ધિરાણ કરવામાં આવે તેના પર વ્યાજનો દર ૧૨ % રાખવાનો સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો