શનિવાર, 1 જુલાઈ, 2017

વાર્ષિક સાધારણ સભા ૨૭ જુન ૨૦૧૭વાર્ષિક સાધારણ સભા ૨૭ જુન ૨૦૧૭

ધી ડીસા તાલુકાની અનુદાનિત શાળાઓના કર્મચારીઓની બચત અને ધિરાણ સહકારી મંડળી લી., ડીસા ની વાર્ષિક સભા મંડળીના વર્તમાન કાર્યાલય પંચશીલ વિદ્યાલય, સ્પોટર્સ ક્લબ નજીક,ડીસા મુકામે તા.૨૭/૦૬/૨૦૧૭ ને મંગળવારના રોજ બપોરે ૧૬.૦૦ કલાકે મળી હતી, સદરહુ બેઠકમાં મંડળીના સભાસદ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકની શરૂઆતમાં શ્રી નયનભાઈ એ. પરમારે બેઠકના અધ્યક્ષ તરીકે  મંડળીના વર્તમાન ચેરમેનના નામની દરખાસ્ત કરી હતી જેને શ્રી જીતુભાઈ દવે એ ટેકો આપ્યો હતો. પછી મંડળીની બેઠકની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મંડળીની બેઠકમાં હાજર રહેલ સર્વે સદસ્યનું શાબ્દીક સ્વાગત કરી અને વર્ષ દરમિયાન મંડળીની કામકાજ માટે સહકાર આપી મંડળીની પ્રગતીમાં અને સભાસદે મિત્રોએ અરસપરસ  સહકાર દાખવી મંડળીને જે મદદ કરી છે તે બદલ મંડળીન મંત્રી તરીકે નયનભાઈ પરમારે તેવા તમામ સભાસદ મિત્રોનો અંત:કરણ પૂર્વક આભાર માન્યો હતો. અને પછી સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી

સદસ્ય સંખ્યા 101

તા.૩૧.૦૩.૨૦૧૭ ના રોજની મંડળીની આર્થિક પરિસ્થિતિ

(૧) સભાસદ ફરજીયાત બચત ભંડોળ   રૂ. ૩,૬૨,૦૯૫
(૨) સભાસદ શેરભંડોળ                 રૂ. ૧,૧૧,૦૦૦
(૩) સભાસદ કરજ વસુલાત બાકી      રૂ. ૧,૮૫,૦૦૦
(૪) સભાસદ કરજ ધિરાણ              રૂ. ૨,૦૦,૦૦૦ 
(૫) દેનાબેંક , ડીસા ખાતે જમા        રૂ. ૨,૯૧,૮૪૪
(૬) હાથ પરની રોકડ                  રૂ. ૨,૨૫૫
(૭) સદસ્યની અનમત                 રૂ. ૯૩૪

તા.૩૧.૦૩.૨૦૧૭ ના રોજની મંડળીની આવક

(૧) બેકની જમા રકમનું વ્યાજ         રૂ. ૩,૨૪૦
(૨) સભાસદ લોન ધિરાણનું વ્યાજ     રૂ. ૫,૦૫૭

તા.૩૧.૦૩.૨૦૧૭ ના રોજની સ્થિતીએ મંડળીના ખર્ચા

(૧) પરચુરણ ખર્ચ                    રૂ. ૧,૪૬૫
(૨) સ્ટેશનરી ખર્ચ                    રૂ. ૧,૬૧૪
(૩) બેંક ચાર્જ અને કમિશન           રૂ. ૧૪૮  
(૪) સરભરા ખર્ચ                     રૂ. ૫૦૦

તા.૩૧.૦૩.૨૦૧૭ ના રોજનો  મંડળીનો નફો

(૧) ચાલુ નફો                     રૂ. ૪,૫૭૦
(૨) ચોખ્ખો નફો                   રૂ. ૪૪૮
ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો