શનિવાર, 5 જાન્યુઆરી, 2019

ઈ.સી.એસ. માટે ફોર્મ ભરવ

આથી મંડળી સાથે સંકળાયેલ તમામ શાળાના આચાર્ય મિત્રોને જણાવવાનું કે મંડળીના કાયદા મુજબ દર માસે પોતાની શાળાના મંડળીના સભ્ય હોય તેવા તમામ કર્મચારીઓની માસીક બચત અને લોન હપ્તો તેમના પગાર માંથી બારોબાર કાપીને દર માસની ૧૦ તારીખ પહેલાં મંડળીને મોક્લી આપવાની હોય છે. અનુભવે એવું જણાયુ છે કે નિયત તારીખ સુધીમાં કપાતનો ચેક મંડળીને મળતો નથી. તેથી કરજ ધિરાણ લેનાર સભ્ય પાસેથી વ્યાજ લેવામાં અને ફરજીયાત બચત પર વ્યાજ આપવાની ગણતરીમાં મુશ્કેલી પડે છે. તેથી  આ માસથી જ કપાત જમા લઈ ચેક મોક્લી આપવા વિનંતી છે. અને આ માટે કર્મચારીઓ એ જ્યાં પોતાનો પગાર થતો હોય તે બેંક શાખામાં ઈ.સી.એસ. ના ફોર્મ ભરીને કપાત શરૂ કરવે તે માટે જણાવવામાં આવે છે તે માટે ફોર્મના નમુના બનાવી આ સાથે નીચે પોષ્ટ કરવામાં આવે છે.


એસ.બી.આઈ. માં ખાતા હોય તેવા સભ્યો માટે ફોર્મ નો નમૂનો 

દેના બેંકમાં ખાતા હોય તેવા સભ્ય માટે ફોર્મનો નમૂનો  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો